
નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપવામાં આવી હતી.. પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડી નર્મદામાં આરોપીનું પ્રથમવાર રી- કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
સ્ટીંગથી બદનામ કરવાની ધમકી
ભદામ ગામમાં જયેશભાઈ શિવલાલ ભાઈ પટેલ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ નિલકંઠ દવાખાનામા પ્રેક્ટિસ કરતા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા (એમ.બી.બી.એસ) રહે.ડભોઇની સાથે મદદનીશ (કમ્પાઉન્ડર) તરીકે કામ કરતા હોય ગઈ તા.૦૯/૦ ૪/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા ની ગેરહાજરીમા અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે પંદરેક વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લીનીક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનુ જણાવતા જયેશ પટેલે ડૉક્ટર કંસારાની સલાહ થી ટેબલેટ આપેલ તેની આ લોકો એ વીડીયોગ્રાફી કરી હતી. અબુભાઇ મુલ્લા તથા ખાલીદભાઇ શેખ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી જયેશભાઈને પત્રકાર તરીકે ઓળખ આપી કરેલા સ્ટીગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનુ બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કુટુંબને મારી નાખવાની ધમકી
બાદમાં તેમની પાસેથી બળજબરી પુર્વક કુલ રૂ.૨,૩૦,૦૦૦/- કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં રાજપીપળા ટાઉન પીઆઇ વી.કે.ગઢવી અને તેમની ટીમે ગણતરીના સમયમાં બે વ્યક્તિઓ ને ઝડપી પાડી ભદામ ગામના દવાખાને લઈ જઈ રી.કન્સ્ટ્રક્શન કર્યું હતું.અને હાલ આ બંને ને રાજપીપલા ના પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ ના રિમાન્ડ માગી જેલ હવાલે કર્યા છે ,જોકે પોલીસ દ્વારા આ બન્ને બોગસ પત્રકારો એ આવા કેટલા ગુના આચાર્યા છે જે બાબતે પોલીસ તપાસ કરી રહી છે જોકે નર્મદા જિલ્લા ના પોલીસ દ્વારા લોકો ને પણ સૂચન કરવામાં આવ્યું છે કે આવા લેભાગુ પત્રકારો કોઈ પણ સમાચાર ની આડ માં કોઈ પૈસા કે અન્ય વસ્તુ ની માગ કરે તો તરતજ પોલીસ ને જાણ કરે...ત્યારે ડોકટર નું કહેવું છે કે મેં મારા સિનિયર ડોકટર ને પૂછી ને દવા આપેલ પરંતુ મારું શુટિંગ કરી મને મારી નાખવાની ધમકી આ બે આરોપીઓ આપતા એટલે હું ગભરાઈ ગયેલ અને એમને મારા કુટુમ્બ ને પણ મારી નાખવાની ધમકી આપી હતી