સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા બુટલેગરની કરતૂત સામે આવી છે. ગોડાદરા પોલીસ મથકની હદમાં બુટલેગરનો આંતક સામે આવ્યો છે. અહિં અમાનસિંહ નામના વ્યક્તિને કારની બોનટ પર બેસાડી એક કિલોમીટર સુધી ઘસડી જવાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. કારની બોનેટ પર ઘસડી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોડાદરા પોલીસે હત્યાનો પ્રયાસ હોવા છતાં હલકી કલમ લગાડી બુટલેગરને છાવરવાનો પ્રયાસનો આરોપ કરવામાં આવી રહ્યો છે.