Home / Gujarat / Surat : Dumas' Silent Zone land scam, Anant Patel arrested

Surat News: ડુમસની સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં CID ક્રાઇમની કાર્યવાહી, પુણેથી અનંત પટેલની ધરપકડ

Surat News: ડુમસની સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં CID ક્રાઇમની કાર્યવાહી, પુણેથી અનંત પટેલની ધરપકડ

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હજારો કરોડની જમીન કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઈમની મોટી કાર્યવાહી સામે આવી છે. જમીન કૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે નાસતા ફરતા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલને ઝડપી લીધો છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ હવે સમગ્ર કેસમાં વધુ મોટાં ખુલાસાઓની શક્યતા CID અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોગસ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા 

આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા. જમીન નીતિ મુજબ જ્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવી સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે. તેઓએ તેમનાં અધિકારીઓનાં પદનો દુરૂપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું, તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે.

મોડી રાત્રે ઝડપી લેવાયો

ખૂબ ગાજેલા જમીન કૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝીશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળી આવ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનંત પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે.

 

Related News

Icon