Home / Gujarat / Surat : elderly man suddenly had a heart attack on the road

Surat News: રસ્તામાં અચાનક વૃદ્ધને આવ્યો હાર્ટ એટેક, TRB જવાને CPR આપીને જીવ બચાવ્યાનો VIDEO

સુરતના માં આજે એક માનવતા અને જાગૃતતા દર્શાવતી ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આવેલા અંજલી ફાટક પાસે ટ્રાફિક પોલીસ ડ્યૂટીમા હતા. ત્યારે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ ઢળી પડ્યા હતાં. તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધને હાર્ટઅટેક આવ્યો છે. જેથી ઘટનાને ગંભીરતાથી લેતાં સર્કલ 12ના TRB જવાન હર્ષ સુરેન્દ્રભાઈ અને રાજ પ્રદીપભાઈએ તરત જ આ વૃદ્ધ વ્યક્તિને મદદ માટે દોડી ગયા. બંને જવાનોએ તરત CPR (કાર્ડિયોપલમોનરી રિસસિટેશન) આપી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી. CPR દરમ્યાન વૃદ્ધના શ્વાસમાં જરાક સ્થિરતા આવી અને ત્યારબાદ એમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: surat cpr trb

Icon