સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના તળાદ ગામ નજીક કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર મોપેડ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. એક મોપેડ ચાલક રસ્તો ક્રોસ કરતો હતો તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા બાઈક ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને વાહન ચાલકો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પંકજ આહિર નામના ચાલકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
સુરતના ઓલપાડના તળાદ પાટિયા પાસે બાઈક સવારે મોપેડ સવાર યુવકને અડફેટે લીધો હતો. ઘટનામાં બંન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આ રોડ પર અનેક અકસ્માત થવા છતાં તંત્ર દ્વારા બંમ્પ બનાવવામાં આવતા નથી.