સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેડરોડ-પંડોળ કેવિન બિલ્ડીંગ 2 માળે ફ્લેટ નંબર ૨૦૨માં રાધા કૃષ્ણ જેમ્સ હીરાના કારખાનામાં આગ લાગી ગઈ હતી. હીરા ગરમ કરવા ઓવન રાખ્યું હતું. તેમાંથી આગ લાગી ગઈ હતી. કોઇ નુકસાન કે જાન હાનિ થઈ નહોતી. જો કે, 5 વ્યક્તિ 3 માળે ફસાયેલા હતા. જેને રેસ્ક્યુ કરીને નીચે સહી સલામત બહાર ઉતારવામાં આવ્યાં હતાં. 10 થી 12 વ્યક્તિઓ ને કેવિન બિલ્ડીંગ ના 5 માળેથી કેશવ દ્રષ્ટિ બિલ્ડીંગની તેરેસ ઉપર ઉતારી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી મુઘલીસરાય ફાયર ટીમ, કતારગામ ફાયર ટીમ અને ડભોલી ફાયર ટીમ દ્વારા કરવામાં આવી હતી.