
CMA (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ) ફાઉન્ડેશનના પરીક્ષા પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા પ્રાપ્ત કરી છે. ઓલ ઈન્ડિયા ટોપ 10 રેન્કિંગમાં સુરતના બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
159 વિદ્યાર્થી સફળ થયા
અક્ષત અગ્રવાલે CMA ફાઉન્ડેશન પરીક્ષામાં 400માંથી 358 ગુણ મેળવીને ઓલ ઈન્ડિયા રેન્ક 2 હાંસલ કરી છે, જ્યારે જેની ધામેલિયાએ 400માંથી 356 ગુણ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક 10 પ્રાપ્ત કરી છે.CMA સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના કુલ 205 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 159 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. શહેરમાં વિદ્યાર્થીઓ અને તેમનાં પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
વિદ્યાર્થીઓએ પોતાના સિક્રેટ શેર કર્યા
સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટર્સે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી એમની સફળતાને સરાહનીય ગણાવી છે. CMA ક્ષેત્રમાં સુરતની આ સફળતા આર્થિક શિક્ષણની દિશામાં એક મજબૂત પગલાંરૂપ સાબિત થઈ રહી છે. સીએમએ કિશોર વાઘેલાએ તમામ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવીને પ્રોત્સાહિત કર્યા હતાં. સફળ થનારા અક્ષત અગ્રવાલે કહ્યું કે, ઓરલ ક્લાસ અને ફેકલ્ટી સપોર્ટના કારણે સારું રિજલ્ટ મળ્યું છે. સીએની તૈયારી પણ સાથે કરવામાં આવે છે.સારા રિઝલ્ટ પાછળ ટીચર અને માતા પિતાનો પણ પૂરતો સપોર્ટ રહ્યો હતો.