સુરતમાં યુપી-બિહારને શરમાવે તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ અને મર્ડરની ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં લૂંટારૂઓ હાથમાં ગન સાથે લોકોને ડરાવતા ધમકાવતા દાગીનાનો થેલો ભરીને બહાર આવે છે. જો કે, લૂંટારૂઓને રોકવાનો જ્વેલરી શોપના માલિક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે વખતે લૂંટારૂઓએ બંદૂકમાંથી ગોળીઓ વરસાવી હતી. જેમાં માલિકને વાગતાં તેમનું મોત થયું હતું. આશિષ રાજપરા ઘટના સ્થળે જ ઢળી પડ્યાં હતાં. જ્યારે એક કર્મચારીને ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના એક મોબાઈલમાં કોઈએ કેદ કરી લીધી હતી.