સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂટ વિથ ફાયરિંગ મામલે તપાસ તેજ થઈ છે. સમગ્ર ફાયરિંગ કેસમા જ્વેલર્સ વેપારીનું મૃત્યુ નીપજ્યું છે. અન્ય એકને ગોળી વાગતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ FSLની ટિમ સ્થળ પર પહોંચી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. 1 એક આરોપી ઘટનાને અંજામ આપી ભાગતા લોકોએ પકડી પાડી માર્યો હતો. આરોપીઓ બે દિવસ અગાઉ સુરતમાં આવ્યા હતા. તેઓ મૂળ બિહારના વતની છે. અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસમાં જોડાઈ છે.
લોકોમાં રોષ, બજાર બંધ
સચિન વિસ્તારમાં વેલેર્સની દુકાનમાં લૂટ વિથ ફાયરિંગ મામલે જવેલર્સ વેપારી આશિષ રાજપરા મોતના પગલે સચિન બજાર સંપૂર્ણ બંધ રહ્યું છે. વેપારીઓ દ્વારા 400થી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બજારની અંદર એક પોલીસ ચોકી બનાવવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન બજારમાં પોલીસવાળા પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. ભરચક બજારમાં આવી ઘટનાના પગલે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય સંદીપ દેસાઈના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉઠ્યા હતાં. આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.