સુરતમાં ટીખળખોરો અને અસામાજિક તત્વો લોકોને એક યા બીજી રીતે હેરાનગતિ કરવાનો સતત મોકો શોધતા હોય છે. આવો જ એક બનાવ વેસુ વિસ્તારમાં જોવા મળ્યો હતો. અહિં ઘર નજીક પાર્ક થયેલી લક્ઝુરિયસ મર્સિડીઝ ગાડીને આગ લગાવાયા હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
CCTVમાં ટીખળખોર દેખાયો
અજાણ્યો ઈસમ આવી ગાડી પર જ્વલનશીલ પદાર્થ નાખી ગાડી પર આગ ચાંપી દીધી હતી. જ્વલનશીલ પદાર્થ આ અજાણ્યો ઈસમ સાથે લઈને આવ્યો હતો. વેસુના ગેલ કોલોની નીલકંઠ નિવાસ નજીક ઘટના સર્જાઈ હતી. સીસીટીવીમાં ટીખળખોર દેખાયો હતો. ગાડીના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરી CCTVમાં દેખાતા ઈસમ સામે કડક કાર્યવાહી કરવામાં માટે માગ કરવામાં આવી છે.
પરિવાર શોકમાં
ટીખળખોર દ્વારા આગ ચંપી કેમ કરવામાં આવી તેનું કારણ અકબંધ રહ્યું છે. મોંઘીઘાટ ગાડીમાં આગ ચંપી કરતા પરિવાર પણ ઘૂસ્કે રડી પડ્યું હતું. પરિવારે કહ્યું કે, અમારી કારને વગર કારણે આગ લગાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.