Home / Gujarat / Surat : pre-monsoon operations were highlighted in the review meeting

Surat News: વિધિવત ચોમાસા અગાઉ પાલિકા તંત્ર સજ્જ, સમીક્ષા બેઠકમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો અપાયો ચિતાર

Surat News: વિધિવત ચોમાસા અગાઉ પાલિકા તંત્ર સજ્જ, સમીક્ષા બેઠકમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો અપાયો ચિતાર

જૂન માસના પ્રથમ પખવાડિયામાં ચોમાસાની સિઝનનો વિધિવત આરંભ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો, રસ્તા પર ખાડા સહિતની સમસ્યા સર્જાતી હોય પાલિકા તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગ, ઝોનના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનો ચિતાર આપ્યો હતો. દરમિયાન પદાધિકારીઓએ ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર-પેચવર્કની કામગીરી તાકીદે પૂરી કરવાનો આદેશ કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમીક્ષા બેઠક યોજાઈ

સુરત મનપા તંત્રએ સમીક્ષા બેઠક સાથેની ઔપચારીકતા પૂરી કરી હોય હવે કામગીરી કેટલી અસરકારક થઇ છે. તે માટે ચોમાસાની સિઝન પર મીટ મંડાઈ છે.મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલના અધ્યક્ષસ્થાને તમામ ઝોનના વડા સાથે પાલિકામાં તબક્કાવાર ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટિલ, સ્થાથી સમિતિ ચેરમેન રાજન પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયૂર ચપટવાલા, વિભાગીય વડા, ઝોનલ ચીફ હાજર રહ્યા હતા.

બેઠકમાં વિગતો રજૂ કરાઈ

બેઠકમાં તમામ ઝોન વિસ્તારમાં આવેલી ખાડી, મેઇન હોલ, ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બરની સાફ-સફાઈ કરવા અને મેન્ટેનન્સની કામગીરી, જાળિયા રિપેર તથા કલર કરવા, ટ્રેન્ચની કામગીરી, રસ્તા રિપેર અને પેચવર્કની કામગીરી, ફૂટપાથ અને રોડ ડિવાઈડર રિપેરિંગની માહિતી ઝોનના વડા દ્વારા રજૂ કરાઇ હતી. દરમિયાન અધિકારી, પદાધિકારીઓએ ચોમાસામાં વિવિધ વિસ્તારમાં ટ્રેન્ચ બેસી જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય ટ્રેન્ચની કામગીરી ઝડપથી પૂરી કરવા આદેશ કર્યો હતો. આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તે આસપાસ પડેલી માટીને કારણે કાદવ કીચડ થતો હોય મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી સફાઈ રાખવા સૂચના અપાઈ હતી.

 

 

Related News

Icon