Home / Gujarat / Surat : Former corporator and spokesperson resigns

વકફ બિલ પસાર થતાં ગુજરાત ભાજપમાં પડી પહેલી વિકેટ, બારડોલીના પૂર્વ કોર્પોરેટર અને પ્રવક્તાએ આપ્યું રાજીનામું

વકફ બિલ પસાર થતાં ગુજરાત ભાજપમાં પડી પહેલી વિકેટ, બારડોલીના પૂર્વ કોર્પોરેટર અને પ્રવક્તાએ આપ્યું રાજીનામું

વકફ બિલ પસાર થતાં હવે ગુજરાત ભાજપમાં પહેલી વિકેટ પડી છે. વકફ બિલને મુસ્લિમ વિરોધી ગણાવી સુરત જિલ્લાના બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ પ્રવક્તા કાલુ કરીમ શેખે ભાજપના પ્રાથમિક તેમજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. સને 2019માં જોડાયા બાદ નેતાજીનો 6 વર્ષમાં જ ભાજપમાંથી મોહ ભંગ થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બારડોલી પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તાએ આપ્યું રાજીનામું

દેશમાં હાલ બહુચર્ચિત વકફ સુધારા બિલ અંગે હવે મામલો ગરમાઈ રહ્યો છે. ઘણા દિવસોની માથાકૂટ બાદ કેન્દ્ર સરકારે લોક સભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતુ. જેને ભાજપે સાથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું. જો કે, આ વકફ સુધારા બિલ પાસ થતાં હવે ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી સામે આવી રહી છે. અને ગુજરાત ભાજપમાં પહેલી વિકેટ પડી હતી. ભાજપનો ગઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારે રાજીનામુ આપ્યું છે. સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં  ખળભળાટ મચી ગયો છે. 

અન્ય પાંચ જેટલા બુથ પ્રમુખે આપ્યું રાજીનામું

ભાજપે કેન્દ્ર અને રાજ્ય સભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજમાં વિરોધનો સુર ઉઠ્યો છે. રાજીનામું આપનાર બારડોલીના કાલુ કરીમ શેખની વાત કરીએ તો સને 2019માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે. આ તમામ બિલોને સમાજ વિરુદ્ધ ગણાવ્યું છે. અને ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ બારડોલી નગરના વોર્ડ નં 6ના અન્ય પાંચ જેટલા બુથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામુ મોકલી આપ્યું છે. 

Related News

Icon