Home / Gujarat / Surat : Helmet law that robs the poor should be repealed

Surat News/VIDEO: ગરીબોને લૂંટતો હેલ્મેટનો કાયદો રદ્દ થવો જોઈએ- Ex MLAની માગ

સુરતના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગુજરાત સરકાર સામે ઉંચી અવાજે માગણી ઉઠાવી છે કે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ્દ કરવો જોઈએ. તેમનું માનવું છે કે આ કાયદો વાસ્તવિકતાથી પર છે અને સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.ધીરુ ગજેરાએ જણાવ્યું કે, "શહેરી વિસ્તારોમાં વાહનચાલન ઓવર સ્પીડમાં થતું નથી. એક કિલોમીટરના અંતરમાં ત્રણથી ચાર ટ્રાફિક સિગ્નલ આવી જાય છે, જ્યાં વાહનો અવરજવર કરતાં વધુ સમય રોકાતા હોય છે. આવી સ્થિતિમાં હેલ્મેટ ફરજિયાત કરવો એ સામાન્ય નાગરિકો પર અન્યાય સમાન છે."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામાન્ય માણસ માટે ગરમીમાં હેલ્મેટ અસહ્ય

તેમણે ઉનાળાની અસહ્ય ગરમીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "હમણાં ૪૦ થી ૪૫ ડિગ્રી તાપમાન છે. આવું ગરમ હવામાન અને ઉપરથી હેલ્મેટ પહેરવું સામાન્ય માણસ માટે શારીરિક તકલીફ અને તાવ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. ઘણા લોકોને ચક્કર, તાવ, માથાનો દુખાવો જેવી તકલીફો ઉભી થતી જોવા મળી છે."ધીરુ ગજેરાએ સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, "એસી રૂમમાં બેઠેલા અધિકારીઓ સામાન્ય લોકોની હાલત સમજી શકે નહિ. આવા કાયદા કોઈ જમીન પર જીવતા માણસના પરિબળોથી વિમુખ નિર્ણયો હોય છે. આવા કાયદા પર ફરી વિચાર કરવો જોઈએ."

શહેરી વિસ્તાર માટે અલગ ગાઈડલાઈનની માગ

તેમણે દલીલ આપી કે મધ્યમ વર્ગના લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, કામદારો અને નાના વેપારીઓ, આવા કાયદાની આડમાં દંડનો ભોગ બની રહ્યા છે. "હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ નાગરિકોને લૂંટે છે," એમ તેમણે આક્ષેપ કર્યો. શહેરી વિસ્તારો માટે અલગ ગાઈડલાઈન્સ બનાવવી જોઈએ અને ટ્રાફિકની હકીકતને આધારે જ કોઈ પણ નિયમો લાગુ કરવાં જોઈએ.

 

Related News

Icon