
સ્માર્ટ હોમ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતી વ્હાઇટલાયન સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડે સુરત શહેરમાં ‘The Stánza’ નામનું ગુજરાતનું પહેલું હોમ ઓટોમેશન એક્સપિરિયન્સ સેન્ટર ઉદ્ઘાટન કર્યું છે. ભવિષ્યના લક્ઝરી લિવિંગનો જીવંત અનુભવ કરાવતું આ સેન્ટર સ્માર્ટ ઓટોમેશન અને બુદ્ધિશાળી ડિઝાઇનનો શ્રેષ્ઠ મેળાપ રજૂ કરે છે.
આ ઉમદા એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન અવધ ગ્રુપના ડિરેક્ટર આયુષ ઉંધાડ અને સાંગિની ગ્રુપના ડિરેક્ટર પ્રિતેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય પ્રસિદ્ધ આર્કિટેક્ટ બંકિમ દવે અને આર્કિટેક્ટ મયુર મંગુકિયાએ કર્યું હતું.લૉન્ચ પ્રસંગે વ્હાઇટલાયન સિસ્ટમ્સના ડિરેક્ટર વિશાલ કુકડિયાએ જણાવ્યું હતું કે, “The Stánza એ સાબિત કરે છે કે ટેકનોલોજી માત્ર સમજવાની નહિ, પણ અનુભવાની પણ વસ્તુ છે. અમે દર્શાવવી માંગીએ છીએ કે સ્માર્ટ લિવિંગ કેવી રીતે દરેકની દૈનિક જીંદગીનો ભાગ બની શકે.”
ગુજરાતહેડક્વાર્ટર ધરાવતી વ્હાઇટલાયન સિસ્ટમ્સ પ્રા. લિ. આજે દેશભરમાં પ્રસિદ્ધ બ્રાન્ડ બની છે. કંપની હોમ ઓટોમેશન, સ્માર્ટ લાઈટિંગ અને એનર્જી એફિશિયન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડે છે અને ખાસ કરીને રેસિડેન્શિયલ, કોમર્શિયલ તથા હૉસ્પિટાલિટી સેક્ટરમાં સ્મૂથ ઈન્ટિગ્રેશન માટે જાણીતી છે.