સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બપોરે 2:30 કલાકે સુરતના રેલ્વે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયો હતો.
પૂરતો બંદોબસ્ત ગોઠવાયો
સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રીંગરોડ અને મજૂરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મેયર દક્ષેશભાઈ માવાણીસહિતના મહાનુભાવોએ ભગવાનની વિધિ કરી હતી. ત્યારબાદ ભગવાનના રથ પહેલા રસ્ત્તાઓ સાફ કર્યા હતા. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચરીયાએ આજની કર્યા છે. ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ સુરત શહેર પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભગવાનની 21 લીલાઓના ટેબ્લો તૈયાર કરાયા
રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે. ત્યાં પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી કરી રથયાત્રામાં કોઈ અડચણ ઊભી ન થાય આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21 લીલાઓના ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામીની બગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.