Home / India : Air India flight receives bomb threat

રથયાત્રાના દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ક્રૂ મેમ્બરને મળ્યો પત્ર

રથયાત્રાના દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ક્રૂ મેમ્બરને મળ્યો પત્ર

દિલ્હીથી મુંબઇ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બને ટિશ્યૂ પેપરમાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ધમકી બાદ સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે આ અફવા નીકળી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બરને એક ધમકી ભરેલો પત્ર મળ્યો હતો. ધમકી આપતા પત્રમાં લખવામાં આવ્યું છે ફ્લાઇટમાં બોમ્બ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2948માં ક્રૂ મેમ્બરને ટિશ્યૂ પેપર પર બોમ્બની ધમકી મળી હતી. ફ્લાઇટમાં ધમકી બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટીમને કઇ મળ્યું નહતું. તે બાદ હૉક્સ કોલ ડિકલેર કરવામાં આવ્યો હતો.

એર ઇન્ડિયાના વિમાનમાં કેટલીક ખામીઓ

ગત કેટલાક અઠવાડિયામાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેટલીક ટેકનિકલ ખામીની સમસ્યા આવી છે. એર ઇન્ડિયાના વિમાનની સુરક્ષા અને વિશ્વસનીયતાને લઇને ચિતા વધારી દીધી છે. કેટલીક ફ્લાઇટોને રદ પણ કરવામાં આવી છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન થયું હતું ક્રેશ

મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમ લાઇનર ફ્લાઇટ AI171 એરપોર્ટથી ઉડાન ભરવાની કેટલીક સેકન્ડ બાદ મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 મુસાફરોના મોત થયા હતા. સાથે જ મેડિકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફરનો જીવ બચ્યો હતો.

 

 

Related News

Icon