
ટેમ્પાની ગ્રાન્ડ હયાત હોટલ ખાતે ઇન્ડો - યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત બનિયન બોલ 2025માં લગભગ 400થી વધુ જાણીતા ભારતીય-અમેરિકન અગ્રણીઓ ભેગા થયા હતા. આ સંધ્યા ભારતીય મૂળના લોકોના અસાધારણ યાત્રાનો ઉજવણીનો અવસર બની હતી. મહેમાનગતિ, આરોગ્યસેવા, ટેક્નોલોજી અને જાહેર જીવન ક્ષેત્રે ભારતીય-અમેરિકનોના યોગદાનને ઉજાગર કરતાં, આ કાર્યક્રમે આ સમુદાયને અમેરિકાના ભવિષ્ય ઘડનાર શક્તિશાળી તત્વ તરીકે પ્રતિષ્ઠિત કર્યો.
બે મહાન રાષ્ટ્રોની એકતાની વાર્તા
ટેમ્પાના મેયર જેઇન કાસ્ટર, ભારતના કોન્સ્યુલ જનરલ, ભૂતપૂર્વ AAHOA અધ્યક્ષ ભરત પટેલ, ધ્રુવ મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ અને JP મોર્ગન ચેઝ, ટીડી બેંક અને ધ બેંક ઓફ ટેમ્પા જેવા દિગ્ગજ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ચેરમેન થિરુ ગોવેન્ડરે ભારત અને અમેરિકા વચ્ચેના બાંધણને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું, જ્યારે સહપ્રમુખો અનિતા કંચર્લાઅને અમિત પટેલે “એકતા, પ્રેરણા અને શ્રેષ્ઠતા”ના સંદેશથી સંધ્યાનો પ્રારંભ કર્યો હતો.
ભારતીય અમેરિકન ડોક્ટર એક સાથે આવ્યા
અનિતા કંચર્લાએ ભાવવિવશ શબ્દોમાં જણાવ્યું: "આજની રાત એકતા, પ્રેરણા અને શ્રેષ્ઠતા વિશે છે. સાથે મળીને, આપણે ફક્ત બિઝનેસ જ નથી બનાવી રહ્યાં - આપણે બે મહાન રાષ્ટ્રો વચ્ચે સપનાઓનો સેતુ બનાવી રહ્યા છીએ." આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં ડૉ. અજીત કોઠારી અને ડૉ. પૂર્ણિમા કોઠારી, તબીબી વ્યાવસાયિકો અને સાંસ્કૃતિક રાજદૂતોનો સમાવેશ થાય છે, જેમણે આનંદ, એકતા અને પ્રેમથી ભરેલા કાર્યક્રમો દ્વારા 2,000 થી વધુ ભારતીય-અમેરિકન ડૉકટરોને એકસાથે લાવવા માટે અથાક મહેનત કરી છે. હિતેન ભુતા દ્વારા જેમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું તે કોઠારી પરિવાર સાંજના અંત સુધી ત્યાં રહ્યા હતાં.