Home / Gujarat / Surat : International Trade Show to Bring Future Technology with Initiatives for Automation

ભારતનો 18મો આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો, ઓટોમેશન માટેની પહેલ સાથે આવશે ફ્યુચર ટેક્નોલોજી

ભારતનો 18મો આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો, ઓટોમેશન માટેની પહેલ સાથે આવશે ફ્યુચર ટેક્નોલોજી

ભારતનો 18મો આંતરરાષ્ટ્રીય ટ્રેડ શો વિકાસની તરફની યાત્રા વધુ ગતિ પકડે છે. કારણ કે વડોદરામાં પ્રથમ ઓટોમેશન રોડશો 6મી જૂન 2025ના રોજ ઉદ્યોગના વ્યાવસાયિકોને આકર્ષવા માટે તૈયાર છે.  આ વિશિષ્ટ પૂર્વદર્શન કાર્યક્રમ વડોદરામાં સવારે 9:30 થી સાંજના 4:00 વાગ્યા સુધી યોજાશે. આ પરિવર્તનશીલ ઇવેન્ટમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ મહત્વપૂર્ણ રોડ શો, સ્થાનિક યૂઝર્સ અને મેન્યુફેક્ચરર્સને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરાયેલ, વડોદરા કાર્યક્રમ ઓટોમેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન, રોબોટિક્સ અને સંબંધિત ટેક્નોલોજીનો અભૂતપૂર્વ અવલોકન કરાવશે, જે ગુજરાતના ઉદ્યોગક્ષેત્રમાં ઊંડો પ્રવેશ સુનિશ્ચિત કરશે. વડોદરા રોડશો ની ખાસ વાત એ રહેશે કે તેમાં Automation Expo 2025ના 30 પ્રતિષ્ઠિત એક્ઝિબિટર્સ હાજર રહેશે, જે તેમની નવીનતમ પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ રજૂ કરશે. હાજર મુલાકાતીઓને નીચેના વિશિષ્ટ અવસરો મળશે:


 * લાઈવ ઈનોવેશન શ્નેપશોટ્સનો અનુભવ: પસંદગીના એક્ઝિબિટર્સ તરફથી લાઈવ ડેમો જોવાના અને બ્રેકથ્રૂ ઓટોમેશન સોલ્યુશન્સ સાથે ઈન્ટરએક્ટ કરવાની તક.
* મજબૂત નેટવર્કિંગ: ઉદ્યોગના નેતાઓ, ઓટોમેશન પ્રોફેશનલ્સ, ટેક્નોલોજી ખરીદનારાઓ અને ઇનોવેટર્સ સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો અવસર.
* NexGen Factories: Industries ને Sustainable બનાવી રહેલી ટેક્નોલોજીનો અભ્યાસ: આધુનિક ઓટોમેશન કેવી રીતે કાર્યક્ષમતા, ઉત્પાદનક્ષમતા અને ટકાઉતા લાવી રહી છે તે અંગે ઊંડી સમજ મેળવવી.

 

Related News

Icon