
સુરતમાં પોલીસ દ્વારા સતત પાંચમા દિવસે રીતે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે માથાભારે તત્ત્વો દ્વારા ઉભા કરેલા ગેરકાયદે પતરાના શેડને હટાવવામાં આવ્યાં હતાં. અલગ અલગ વિસ્તારોમાં જઈને પોલીસે પાલિકાના કર્મચારીઓને સાથે રાખીને પતરાના શેડ હટાવ્યા હતાં. માથાભારે તત્ત્વમાં આજે ભેસ્તાનમાં તથા ડીંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ફિરોજના શેડ તૂટ્યાં
ભેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં માથાભારે ફિરોઝ ખાન દ્વારા ગેરકાયદેસર બનાવેલા ઓફિસ અને પતરાના શેડ પર બુલડોઝર ફરી વળ્યું હતું. માથાભારે ફિરોજ ખાન ઉપર અગાઉ ચાર ગુનાઓમાં સંડોવાયેલો છે. માથાભારે ફિરોજ ખાનના ઘરના નીચે બનાવેલી ઓફિસ પર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેથી સરકારી જમીન ખાલી થઈ હતી.
ડીંડોલીમાં દબાણ હટાવાયા
ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પકડાયેલ આરોપીઓ અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરૂદ્ધ ૧૦૦ કલાક માં કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી હતી. SMC આવાસ ભેસ્તાન ખાતે બિલ્ડીંગ નબર સી/૩ રૂમ નંબર ૦૮ માં રહેતા અને NDPS ના ગુનામાં પકડાયેલ આરોપી ફિરોઝખાન શેરખાન પઠાણના ભેસ્તાન આવાસમાં પાર્કિંગ એરિયામાં ગેરકાયદેસર બાંધકામ કરી ઓફિસ બનાવેલ હોય તેમજ આવાસની કમ્પાઉન્ડ દિવાલ પાસે લાકડા અને પતરાના પાર્ટેશન ઉભા કરી ખોલીઓ બનાવી તેમાં અસામાજિક તત્વો ભેગા મળી ગુનાહીતે પ્રવૃતિ કરવામાં ઉપયોગ કરે તેવી શંભાવના હતી. જેથી પાલિકા કચેરી ઝોન ઓફિસ દબાણ ખાતા ટીમને જાણ કરી તેઓની સાથે જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવી દબાણો હટાવાયા હતાં.