
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અસામાજિક તત્ત્વોના ડેટા એકઠા કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે સુરતમાં સતત ચોથા દિવસે કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગાર ધામ પર બુલડોઝર ચાલ્યું હતું. 22 જેટલા ગુનાઓ આરીફ સામે નોંધાયા છે. જુગાર, રાયોટિગ મારામારી સહિતના ગુનાઓ તેના પર નોંધાયા હતાં. સજજુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો. ત્યારે તેના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
વર્ષોથી કરેલું દબાણ હટાવાયું
લિંબાયત વિસ્તારમાં પોલીસની ટીમ કોર્પોરેશન વિભાગના અધિકારીઓ સાથે પહોંચીને ડિમોલિશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતા વસીમ પાર્સલની ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વસીમ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. એસએમસીના ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે વર્ષોથી દબાણ કરી દીધું હતું અને સ્ટ્રક્ચર ઊભો કરી દીધો હતું. તેને દૂર કરવા માટેની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી હતી.
દાદાગીરીથી બનેલો અડ્ડો તૂટ્યો
ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ ઉપર ઓફિસ બનાવી રાખી હતી. ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું. જેનાથી તે આવક પણ મેળવતો હતો ઓફિસની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો. ઓફિસ માટે ધાક ધમકી આપવાનું કામ કરતો હતો. ઓફિસને દાદાગીરી માટેનો અડ્ડો બનાવી દીધો હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. રીઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર રીતે કોઈની પરગાનગી વગર જ મોટી સંખ્યામાં કબૂતરો પાળતો હતો. અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ મકાનોમાં કબજો કરી લે છે એના માણસોને મકાનમાં ઘુસાડી દે છે. ત્યારબાદ સમાધાન કરીને પૈસા પડાવી લેતો હતો. આ પ્રકારે આ વિસ્તારમાં પોતે ભાઈ બનવાનો પ્રયાસ કરતો હતો.