
ઉનાળો આવતાં ચોરીઓના ગુનામાં વધારો થઈ રહ્યો છે. 263 જેટલા ગુનાઓમાં શામેલ રહેલા ખૂંખાર સીકલીગર ગેંગના મુખ્ય આરોપી ગુરુચરણસિંહની પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષનો ગુરુચરણસિંહ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનાઓમાં નોધાયેલો છે અને તેની સામે વડોદરામાં ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો. સુરત ખાતે મજૂરી કરી રહેલો હતો.
ગંભીર ગુનાઓનો સમાવેશ
સીકલીગર ગેંગના લીડર જોગીંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોકસિંહ સીકલીગર (ઉર્ફે ભોંડ)એ પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઉભું કર્યું હતું. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ગુનાઓ જેમાં ઘરફોડ ચોરીઓ, લૂંટ અને ચેઇન સ્નેચીંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશને(GUJCTOC) હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.આ GUJCTOC એકટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ 15 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા પરંતુ, આરોપી ગુરુચરણસિંહ સીકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસને નાસતા ફરતા હતા.
23થી વધુ ગુનાઓમાં સંડોવણી
સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સીકલીગરને ભેસ્તાન રેલ્વે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો. આરોપી ઉંમર 26, કે જે હાલ ભેસ્તાન, ઉમીદનગર વિસ્તારમાં સેન્ટીંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાયું છે પણ તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુરુચરણસિંહે અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ 23થી વધુ ગુનાઓમાં સંડોવણી છે. જેમાં વાહન ચોરીના 7, ચેઇન સ્નેચીંગના 2 અને ઘરફોડ ચોરીના 14 ગુનાઓનો સમાવેશ થાય છે.