Home / Gujarat / Surat : mass marriage of 51 girls who lost her mother father

Surat News: માતા-પિતા વિહોણી 51 દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં, કરિયાવર, કોડની સાથે સુરક્ષા માટે અપાયાં હેલમેટ

Surat News: માતા-પિતા વિહોણી 51 દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં, કરિયાવર, કોડની સાથે સુરક્ષા માટે અપાયાં હેલમેટ

દાનવીરોની ભૂમિ એવા સુરતમાં માતા-પિતા વિહોણી દીકરીઓના કોડ(સપનાં) પૂર્ણ કરાવવા પ્રયાસ થયો હતો. સોળ સંસ્કારમાના એક એવા વિવાહ સંસ્કારને ધૂમધામથી કરાવવામાં આવ્યા હતાં. 51 દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. દીકરીઓના આ લગ્નને યાદગાર બનાવવા માટે મંત્રીઓથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલગામમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલી અપાઈ 

સમૂહલગ્નમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત યશ્વી ફાઉન્ડેશન દ્વારા 51 યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલમેટ પણ કરિયાવરમાં આપવામાં આવ્યા હતા. ગાયિકા કિંજલ દવે, પોલીસ કમિશનર, સાંસદ, મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહીને આશિર્વચન આપ્યા હતાં.

કરિયાવરમાં આ વસ્તુઓ અપાઈ

યશ્વી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવપથ ખાતે સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં કરિયાવરમાં ચાંદીની ચેઈન, ચાંદીનું બ્રેસલેટ, મંગળસૂત્ર, વિંટી રિંગ, સોનાની નાકની નથણી, પંચધાતુની ગણપતિ ભગવાનની મૂર્તિ, ટીવી, ફ્રિઝ, હેલમેટ, અને વાસણો મળીને 15થી વધારે વસ્તુઓ અપાઈ હતી.યશ્વી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પરેશ ખંડેલવાલે કહ્યું હતું કે, ગત વર્ષે 20 દીકરીઓ અને આ વર્ષે 51 દીકરીઓના સમુહલગ્ન કરાવવાનો અવસર મળ્યો છે.

 

Related News

Icon