
સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન દ્વારા SEBA ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન 1 નું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ના પ્રખ્યાત બિલ્ડરો ની 8 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી,150 જેટલા પ્લેયરો આ મેચ રમ્યા. આ મેચ નો ઉદ્દઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ,નવ નિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ , સંગીતા પાટીલ સાથે શહેર ના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિયેશન ના પ્રમુખ શ્રેયસ સવાણી, ખજાનચી નિકુંજ ગજેરા, અને કોર કમિટી ના હિરેન પટેલ એ જણાવ્યું હતું કે સંગઠન ના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બને તેમજ નાના થી લઇ મોટા બિલ્ડરો નો સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે ટોસ જીતનાર ટીમ ને ચાંદી ચિક્કા અને વિજેતા થનાર ટીમ ને 10 ગ્રામ સોના નો સિક્કો આપવામાં આવશે.