Home / Gujarat / Surat : Youth dies after hitting head on divider

સુરતમાં બાઈક સ્લીપ થયા બાદ માથું ડિવાઈડર સાથે અથડાતા યુવકનું મોત, હેલ્મેટ પહેર્યા વગર જતો દૂધની ડિલિવરી કરવા

સુરતમાં બાઈક સ્લીપ થયા બાદ માથું ડિવાઈડર સાથે અથડાતા યુવકનું મોત, હેલ્મેટ પહેર્યા વગર જતો દૂધની ડિલિવરી કરવા

અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા હેલ્મેટને લઈને કડકાઈ અપનાવવામાં આવી રહી છે. તેમ છતાં હેલ્મેટ વગર દૂધની ડિલિવરી કરવાં જતાં યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં બાઈક સ્લીપ થયા બાદ માથું ડિવાઈડર સાથે અથડાતાં મોત નીપજ્યું હતું. હાલ અક્સ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાછળ બેસેલો મિત્ર બચી ગયો

મળતી વિગતો મુજબ વેડ વરિયાવ બ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. બાઈકનું સંતુલન બગડતા બાઈક સ્લીપ થઇ જતા માથું ડિવાઈડર સાથે ભટકાયું હતું.જ્યાં 19 વર્ષીય રાકેશ રઘુનાથ ભીલને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશે હેલ્મેટ પહેર્યું નહોતું. જો હેલ્મેટ પેહર્યું હોત તો તેનું જીવ બચી જાત તેવી વાત સામે આવી હતી. રાકેશ ગઈકાલે જ તેના વતન નર્મદાથી સુરત આવ્યો હતો. રાકેશ સહજાનંદ ગીર શાળામાં દૂધ ડીલિવરીનું કામ કરતો હતો.રાકેશની પાછળ બેસેલા તેના સાથી મિત્રનો આબાદ બચાવ થયો હતો.ઘટના ને પગલે સિંગણપોર પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

ચક્કર આવ્યા હોય તેમ બાઈક સ્લીપ થઈ

વિશાલે કહ્યું કે, બાઈકની સ્પીડ ઓછી હતી. 30-40 હશે. પરંતુ અચાનક તેને ચક્કર આવ્યા કે શું થયું તે ખબર પડી નહી. બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેથી તેનું માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ મોત નીપજ્યું હતું. તે દૂધની ડિલિવરી કરવાનું કામ કરતો હતો. ગઈકાલે જ વતન નર્મદાથી આવ્યો હતો.

Related News

Icon