સુરતના ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્રો લખીને સતત હાઈલાઈટમાં રહેતા હોય છે. ત્યારે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા આરટીઆઈ એક્ટનો દૂરુપયોગ થતો હોવાની રાવ કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કાયદાનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ કરાઈ છે.

