વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બાદ સુરત જિલ્લામાં આવું જ જોખમ ઊભું થયેલું જોવા મળ્યું છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ તાપી નદી પરના બ્રિજને લઈને ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "કામરેજ તાપી બ્રિજ હાલ જોખમકારક છે." બ્રિજ પર લોખંડની પતરા (પ્લેટ) મૂકીને કામચલાઉ દુરસ્તી કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, "શરુઆતમાં જે લોખંડની પ્લેટ ફક્ત 1 ફૂટ પહોળી હતી, આજે તે 7 ફૂટ પહોળી થઈ ગઈ છે.""બ્રિજ પર જ્યાં પ્લેટ મુકાઈ છે, તે જગ્યાએ 2 ફૂટ ઊંચી-નીચી હાલત થઈ ગઈ છે, જે કોઈપણ સમયે અકસ્માતને જન્મ આપી શકે છે.""બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટી જગ્યા પડી ગઈ છે અને લોખંડની પ્લેટ ફક્ત કામ ચલાઉ હલ છે, હકીકતમાં કોઈ મજબૂત સમાધાન લાવવામાં આવ્યું નથી."હજુ સુધી કોઈ ઓથોરિટી તરફથી પકડીને કામગીરી હાથ ધરવામાં આવી નથી.વડોદરાની ઘટનાને ધ્યાનમાં લઈ એવા જોખમના સમયે તાત્કાલિક કાર્યવાહી જરૂરી હોવાનું ધારાસભ્યએ તાકીદ કરી છે.