Home / Gujarat / Surat : Moped caught fire while running on the road

Surat News: રસ્તા પર દોડતા Suzkiના e-મોપેડમાં લાગી આગ, ચાલકનો બચ્યો જીવ, VIDEO

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ભીમ નગર બ્રિજ પાસે એક મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ મળતાની સાથે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફાયરબ્રિગેડને જાણ કરાઈ

નજરે જોનારાના જણાવ્યા પ્રમાણે, રાત્રિના સમયે અવાજ આવતાં આસપાસના રહેવાસીઓ બહાર નીકળી આવ્યા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી. ફાયર ફાઈટર્સે સમયસર કાર્યવાહી કરતાં આગ આગળ ફેલાતી અટકાવી.

મોપેડ ચલાવનાર યુવકનો થયો બચાવ

ફાયર અધિકારી તરુણ ગઢવીએ જણાવ્યું કે. ડીંડોલી ભીમનગર બ્રિજ ઉપર ઇલેક્ટ્રીક મોપેડ માં આગ લાગવાની ઘટના બનતા આની સાથે જ યુવક દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી. તે તેના માલિકની ગાડી લઈને કોઈ મહત્વની વસ્તુની ડીલેવરી કરવા માટે ભીમનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. યુવકના કહેવા મુજબ જ્યારે મોપેડ ના બ્રેક લાઈનરમાં તણખા અને ધુમાડો નીકળવાનો શરૂ થયો ત્યારે તેણે મોપેડ ઉભી રાખી દીધી હતી. મોપેડ ચલાવનાર યુવકને કોઈ હાનિ થઈ નથી. ઈલેક્ટ્રીક મોપેડ હોવાને કારણે તેની બેટરીમાંથી સતત ધુમાડો નીકળતો રહ્યો હતો. ગાડી સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.

 

TOPICS: surat e moped fire
Related News

Icon