
સુરત માત્ર ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ તરિકે જ નહીં પરંતુ ફિલ્મ અને ગીત-સંગીતમાં પણ કાંઠુ કાઠી રહ્યું છે. ત્યારે એનિ ચોઈસ ફિલ્મસ પ્રોડક્શન હાઉસની શરૂઆતની સાથે ટી સિરિઝ દ્વારા પ્રથમ ગીત રિલિઝ થયું છે. સામાજિક સંદેશ આપતા ઓ બેવફા ગીતનું શૂટિંગ શહેરના અલગ અલગ 21 લોકેશન પર થયું છે.
ગાયક અગમકુમાર અને નિખીલ વિનયજીએ કહ્યું કે, આ ગીતમાં સંગીતની સાથે સાથે સ્ટોરી પણ દમદાર છે. ખૂબ જ સરસ રીતે અભિનય પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ગીતની સ્ટોરી એવી છે કે તેના પરથી ફિલ્મ પણ બની શકે તેમ છે. અગાઉ પણ આલ્બમ પરથી ફિલ્મો બોલીવૂડમાં બની છે ત્યારે આ ગીત પરથી પણ ફિલ્મ બને તો નવાઈ નહી લાગે.
ગીતમાં અભિનય આનાર રિંકલ લેઉઆએ કહ્યું કે, ખૂબ જ સરસ ગીત તૈયાર થયું છે. મ્યૂઝિકની સાથે સાથે આજની છોકરીઓને સંદેશ પણ આ ગીત દ્વારા મળી રહ્યો છે. ત્યારે ગીત સાથે સંકળાયેલા પરેશભાઈ પટેલે કહ્યું કે, અમારે આ ગીત દ્વારા એક સંદેશ આપવાનો હતો કે, છોકરીઓ બેવફા જ હોય તેવું જરૂરી નથી. પરંતુ તેની પાછળના કારણ પણ હોય છે અને આ ગીતમાં તે કારણ દર્શાવવામાં આવ્યાં છે.