
સુરતમાં એક બાદ એક બોગસ ડોક્ટર પકડાઈ રહ્યાં છે. ત્યારે 58 જેટલી વ્યક્તિઓને નકલી BHMSની નકલી ડિગ્રી આપનાર પાંચ વર્ષે પકડાયો છે. સુરતના વિજય બોરોલેની ધરપકડ કરાઈ છે. 2020થી વિજય બોરોલે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમ માટે વોન્ટેડ હતો. જેને સુરત એસ ઓ જી પોલીસે ઝડપી પાડયો છે. ડિંડોલીની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા વિજય નામદેવ બોરોલેને ઝડપી પાડયો હતો. આ શખ્સ 2020માં CID ક્રાઈમ, ગાંધીનગર ઝોન પોલીસ માટે પાંચ વર્ષથી વોન્ટેડ હતો.
નકલી ડિગ્રી આપી દેવાતી
58 તબીબોની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું હતું. ચોંકાવનારી વાત એ હતી કે નકલી તબીબોની જાળ રાજ્યના તમામ શહેરોમાં ફેલાઈ હતી.આ ડીગ્રી માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. કૌભાંડીઓએ તબીબ બનવાના અભરખા સેવતાં મુન્નાભાઈઓ પાસેથી મનસ્વી રીતે નાણાં ઉસેટયા હતા. સાડા ચાર લાખ રૂપિયાથી નવ લાખ સુધીની રકમ મેળવી ગઠિયાઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિ. (બિહાર)ની ઈશ્યૂ કરાઈ હોય તેવી નકલી ડિગ્રી આપી દેતાં હતા. આ નકલી ડિગ્રી સર્ટિફિકેટનું રજિસ્ટ્રેશન કાઉન્સિલ ઓફ હોમિયોપેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી દેતા હતા. જેને કારણે તેઓ નકલી હોવાની શંકા જતી ન હતી અને બીજી એજન્સીઓ તેમની પર કાર્યવાહી કરતાં ખચકાતી હતી.
આરોપીની કબૂલાત
ઊલટતપાસમાં આ ડિગ્રી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર યુનિ., દ્વારા જ આ સર્ટિફિકેટ પોતે ઈશ્યુ નહિ કર્યાનું જણાવતાં તપાસ તેજ બની હતી. સુરતનાં સુરતના વિજય વિજય બોરોલેની પણ ઉટવદોને બોગસ ડિગ્રી આપવામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ધરપકડથી બચવા આરોપી હાઈકોર્ટ સુધી ધક્કા ખાઈ ચૂક્યો હતો. એસ.ઓ.જી.એ આરોપીને CID ક્રાઈમ, ગાંધીનગર ઝોનને સોંપ્યો હતો. બોગસ ડિગ્રી સર્ટી બનાવી આપતો હોવાની કબૂલાત પણ કરી હતી.