સુરત શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળના વિસ્તારમાં મોટાપાયે મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય તંત્ર અને પર્યાવરણ માટે ગંભીર ચેતવણી રૂપ બની છે. મળતી માહિતી મુજબ અહીં કોરોનાકાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટી સંખ્યામાં PPE કિટ, ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ મોટા પાયે એક્સપાયર થયેલી દવાઓ પણ લાવારીસ હાલતમાં પડેલી મળી આવી છે. જથ્થો એટલો વધુ હતો કે તેને જાણે કચરાના ઢગલામાં ફેરવી દેવામાં આવ્યો હોય.હાલમાં જાણી શકાયું નથી કે આ મેડિકલ વેસ્ટ કોના દ્વારા અને કયા હેતુસર અહીં ફેંકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો તાત્કાલિક તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય તંત્ર તથા પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે.