
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. ક્લેક્ટર કચેરીએ આપ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. સાથે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તે હેતુથી ક્લેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કામ કરવાની માગ કરવામાં આવી હતી.
સરકાર ખેડૂતો પ્રત્યે ઉદાસીન હોવાના આક્ષેપ
ખેડૂત ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે સરકાર સમયસર નિર્ણય લેતી નથી માટે ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારે હાલ તાત્કાલિક ધોરણે સરકારની ઈચ્છા શક્તિથી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય એવા ખેડૂતોના મહત્વના નીચે દર્શાવેલ ત્રણ મુદ્દા પર તાત્કાલિક નિર્ણય લેવા સરકારને રજૂઆત કરીએ છીએ.
યોગ્ય ભાવ આપવાની રજૂઆત
હાલ ચણા અને રાયડાની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે. રાયડો (45000) અને ચણાના (65000) મળી કુલ એક લાખ દશ હાજર (1,10,000) થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દેવામાં આવ્યા જે ખૂબ જ ગંભીર બાબત છે. ચણા ખરીદીમાં એક ખેડૂત પાસે થી માત્ર 90 મણ જ ખરીદી કરવાનો નિર્ણય લઈ સરકારે ખેડૂતની મજાક કરી છે અમારી માંગ છે કે બ્લોક થયેલા રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદી માં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું 200 માણ સુધી ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવે..।