Home / Gujarat / Surat : Protests against letter sheds, Congress protests over illegal encroachment

સુરતમાં પતરાના શેડનો વિરોધ, રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર દબાણને લઈ કોંગ્રેસના દેખાવ

સુરતમાં પતરાના શેડનો વિરોધ, રિઝર્વ પ્લોટ પર ગેરકાયદેસર દબાણને લઈ કોંગ્રેસના દેખાવ

સુરત મહાનગરપાલિકામાં પાલિકાની જગ્યા ઉપર અનેક લોકો ગેરકાયદેસર કબજે જમાવી લેતા હોય છે અને ત્યારબાદ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ પણ શરૂ કરી દેતા હોય છે આવી અનેક ફરિયાદો અલગ અલગ ઝોનમાંથી સમયાંતરે આવતી રહે છે ફરી એક વખત પુણા વિસ્તારમાં મહાનગરપાલિકાના પ્લોટ ઉપર ગેરકાયદેસર પતરાના શેડ બાંધી અસામાજિક તત્વો ભાડું વસૂલી રહ્યા છે છતાં તંત્ર નિદ્રાધીન છે.

એસએમસીના રિઝર્વ પ્લોટ ઉપર દબાણ

સુરત મહાનગરપાલિકા ના પુણા વિસ્તારમાં  TP 60 (puna) ડ્રાફ્ટ મુજબ ફાઇનલ પ્લોટ નં. R - 20 S.E.W.S.
ટી.આર. મુજબ ફાઇનલ પ્લોટ નં. R -13  સેલ ફોર કોમર્શિયલ પ્લોટ પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. જેને લઈને આજે યુથ કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો ડેપ્યુટી કમિશનરના કેબીનની બહાર રામધૂન ગાઈને શાસકોને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને ઝડપથી આ ગેરકાયદેસર રીતે થયેલા દબાણને દૂર કરવામાં આવે તેમ જ જેમણે પણ દબાણ કર્યો છે. તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.

અત્યાર સુધીમાં ઉઘરાવેલા નાણા રિકવર કરો

સુરત શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ જણાવ્યું કે પુણા વિસ્તારની અંદર મહાનગરપાલિકાના પ્લોટ ઉપર દબાણ કરીને કેટલાક સામાજિક તત્વો પૈસા ઉઘરાવી રહ્યા છે. પાર્કિંગના રૂપિયા ઉઘરાવીને પોતાના ખિસ્સા ભરીને કોર્પોરેશનને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે આવા તત્વો સામે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવે અને અત્યાર સુધીમાં જેટલું પણ ઉઘરાણું કરવામાં આવ્યું છે તે તમામની રિકવરી કરવામાં આવે.