Home / Gujarat / Surat : Red eye against city bus drivers and conductors

Surat News: સિટી બસના ડ્રાઈવર-કન્ડકટર સામે લાલ આંખ, 17 મહિનામાં 1032ને કરાયા બ્લેકલિસ્ટ

Surat News: સિટી બસના ડ્રાઈવર-કન્ડકટર સામે લાલ આંખ, 17 મહિનામાં 1032ને કરાયા બ્લેકલિસ્ટ

સુરતમાં મનપાની સિટી બસના કંડક્ટરો સામે પરિવહન ચેરમેને લાલ આંખ કરી છે. સિટી બસના યાત્રીઓને પરેશાન કરતા ૧૦૩૨ કંડક્ટરોને ૧૭ મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા છે. મનપાની સિટી બસમાં પ્રવાસ કરતા મુસાફરોને કંડક્ટરો સહિત ડ્રાઇવરો પરેશાન કરતા હોય છે. જેને લઈને આકરા પગલાં લેવામાં આવ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વગર ટિકિટે કરાવાતી મુસાફારી
 
મનપા જાહેર પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે, પૈસા લીધા બાદ મુસાફરોને ટિકિટ પણ નહીં આપવામાં આવતી ફરિયાદો ઉઠી હતી. મનપાને સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની લોકોએ કરી હતી. પાલિકા કરોડો રૂપિયા ખાર્ચે છે પરંતુ ટિક્ટિ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થયું છે. હાલ મનપાએ કંડક્ટર, ડ્રાઇવર  ભરતીમાં પોલીસી બદલી છે. પહેલા અશિક્ષિત ક્રિમિનલ લોકોને ભરતી કરવામાં આવતા હતા

સસ્પેન્ડ નહીં બ્લેકલિસ્ટ 

સોમનાથ મરાઠેએ વધુમાં કહ્યું કે, અમૂક તત્વો મુસાફરો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે 12 પાસ લાયકાત ધરાવતા લોકોને જ ભરતી કરવામાં આવી રહ્યા છે. જો કોઈ લોકો સાથે ગેરવર્તન કે ટિકિટ ચોરી કરશે તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે. પહેલા આવા લોકોને સસ્પેન્ડ કરવામાં આવતા હતા. છેલ્લા 20 મહિનામાં 1032 કંડક્ટરો ની સાથે 228 ડ્રાઇવરોને બ્લેકલિસ્ટ કરાયા છે.

 

Related News

Icon