સુરતમાં થોડા દિવસો અગાઉ આવેલા ખાડીપૂરે તંત્રની નિષ્ફળતા ઉજાગર કરી હતી. ત્યારે ચોમાસા પૂર્વે કરવાની થતી કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. ત્યારે ફરીથી એકવાર પાલિકાનો ડ્રેનેજ વિભાગ સદંતર નિષ્ફળ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. લિંબાયતના રઝાનગર ભાઠેના વિસ્તારમાં ઠેર ઠેર ડ્રેનેજની સમસ્યાથી પાણી ભરાયા છે. ડ્રેનેજના ગંદા પાણી વસાહતમાં ભરાયેલા જોવા મળે છે. જેથી રસ્તા પરથી લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અસલમ સાયકલવાલાએ કહ્યું કે, લોકોને ગંદા પાણીમાં જીવવું પડી રહ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવાની મજબૂરી સતાવી રહી છે.