Home / Gujarat / Surat : Snatcher caught snatching jewellery from women's necks

સુરતમાં મહિલાઓના ગળામાંથી દાગીના તફડાવતો સ્નેચર દબોચાયો, તસ્કર ચોરેલા ચેઈન-મંગળસૂત્ર પર લઈ લેતો લોન

સુરતમાં મહિલાઓના ગળામાંથી દાગીના તફડાવતો સ્નેચર દબોચાયો, તસ્કર ચોરેલા ચેઈન-મંગળસૂત્ર પર લઈ લેતો લોન

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઈન સ્નેચિગનો બનાવ બન્યો હતો જે બનાવનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાપોદ્રા પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પડી ગયી હતી અને તેમાં તે રૂપિયા હારી જતા આ સ્નેચિગ કર્યું હતું.  

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે મહિલાઓને નિશાને લીધી

કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી ગત ૪ અને ૫ ફ્રેબુઆરીના રોજ બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર ઇસમ સોનાનું મંગળસૂત્ર તથા ચેઈન સ્નેચિગ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા આ બનાવને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આરોપી રત્નકલાકાર તરીકે કામ કરે છે અને તેને મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવાની ટેવ પડી ગયી હતી જેમાં તે પૈસા હારી જતા આ સ્નેચિંગ કર્યું હતું અને સ્નેચિગ કરેલા મંગળસૂત્ર અને ચેઈન ઉપર ગોલ્ડ લોન મેળવી ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવા ઉપયોગ કર્યો હતો. વધુમાં પોલીસે તેના વિરુદ્ધમાં અલગથી જુગાર ધારા કલમ મુજબનો ગુનો નોંધ્યો છે. 

હીરાના કારખાનામાં કામ કરતો

કપોદ્રા પીઆઈ એમ.બી.ઔસુરાએ કહ્યું કે, કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે જેમાં ગત ૪ અને ૫ ફ્રેબુઆરીના રોજ બપોરના આશરે ૧ થી દોઢ વાગ્યાના ગાળામાં સતત બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઈન ખેચવાના બનાવો બન્યા હતા એક જ પેટનથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યા હતા જેથી કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠીયાને ઝડપી પાડ્યો છે તે સીમાડાનાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે.

ઓનલાઈન ગેમમાં હારી ગયો 

આ વ્યક્તિ જુગારનો શોખીન હોય અને ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હતો અને પૈસા હારી જતા તેને આવું સુજ્યું હતું અને સતત બે દિવસ સુધી  ચેઈન સ્નેચિગ કર્યું હતું અને આ બંને ચેઇનો તેણે મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મુકીને લોન લઈને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક થયા છે અને સાથો સાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદામાલ મુથુટ ફાયનાન્સમાં જમા હોય જેને કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related News

Icon