Home / Gujarat / Surat : state of waterlogging, with 6 inches of rain falling in two hours

VIDEO: Suratમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેકોર જળબંબાકાર

ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે સાબરકાંઠા બાદ આજે મેઘરાજાને સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે. સુરતમાં આજના આંકડા અનુસાર સવારના બે કલાકમાં જ પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જનજીવન અસ્ત વ્યસ્ત 

સુરતથી મળતા અહેવાલો અનુસાર અડાજણ પાટિયાના વીડિયોના દૃશ્યો જણાવી રહ્યા છે કે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક લોકોના વાહનો ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી ટ્રાફિક પોલીસના કર્મીઓ દ્વારા પણ લોકોને મદદ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

શાળાઓમાં રજા જાહેર 

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં બપોરની પાણીમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં વિદ્યાર્થીઓને સલામત ઘરે મૂકવા માટે સૂચના આપવામાં આવી છે.

ગઈકાલ રાતથી વરસી રહ્યો છે મેહુલિયો 

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર ઈનિંગ યથાવત જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે પણ મૂશળધાર વરસાદ ખાબક્યા બાદ, આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. 

નીચાણવાળા વિસ્તારોમાં મિની પૂર જેવી સ્થિતિ 

આ ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આજે વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવાર પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે. સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન થંભી ગયું હતું.

 

 

 

Related News

Icon