સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાતા ખાનાખરાબી સર્જાઈ છે. ત્યારે આજથી શરૂ થયેલી પૂરક પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેડરોડ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. જેથી પૂરક પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, રસ્તા પર પાણી વધારે ભરાયા હોવાના કારણે મદદ કરનારા લોકો આગળ આવ્યા હતાં પણ વાહન જઈ શકે તેમ ન હોવાથી પરીક્ષાર્થીઓને કમર સુધીના પાણીમાં થઈને જવાની ફરજ પડી હતી.