
સુરત શહેરમાં પંચરંગી વસ્તીને લીધે ક્રાઈમમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અઠવાલાઈન વિસ્તારમાં લોકોને લોન આપવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતું કોલ સેન્ટર પોલીસે ઝડપી પાડયું છે.
સુરતમાં અઠવાલાઈન વિસ્તારમાં લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. આ બધું કોલ સેન્ટરના મારફતે બધું થતું હતું. આમને આમ ઘણા લોકોને આ કોલ સેન્ટરથી છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે આ કોલ સેન્ટર પર દરોડા પાડયા હતા. પોલીસની રેડમાં ઓફિસમાંથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અઠવાલાઈન પોલીસે બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. કોલ સેન્ટરમાં દરોડા દરમ્યાન ચાર લેપટોપ અને 13 મોબાઈલ કબ્જે લીધા હતા.