સુરત શહેરના નગર પ્રાથમિક સ્કૂલના શિક્ષકોની અનોખી પહેલ સામે આવી છે. શ્રમજીવી પરિવારના બાળકો ભણીને આત્મનિર્ભર બની શકે તે માટે પ્રયત્ન કરે છે. ભગીરથ કાર્ય સરકારી સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે. શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ, હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને જાગૃત કરી રહ્યા છે. પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે મોકલે.તે માટે અપીલ કરવામાં આવી છે. સુરતમાં કુલ 55 જેટલી સરકારી મરાઠી શાળાઓ આવેલી છે. આ તમામ સરકારી શાળાઓમાં સંપૂર્ણ ભણતર સહિત અનેક સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે. આ સુવિધાઓનો લાભ શ્રમજીવી પરિવારના બાળકો સુધી પહોંચી શકે, એ માટે શાળાના આચાર્ય અને શિક્ષકો જાતે હાથમાં માઈક અને સ્પીકર લઈને પ્રચાર માટે નીકળ્યા છે. શિક્ષકો અને આચાર્યો દ્વારા શાળામાં નિયમિત રીતે ભણાવવાની સાથે સાથે તેઓ દરરોજ સવારે કે સાંજે શ્રમજીવી વસાહતોમાં જઈ રહ્યા છે. જ્યાં તેઓ હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને મરાઠી ભાષામાં જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છે.