સુરતના લોકપ્રિય ડુમ્મસ બીચ પર એક ટેમ્પો ચાલકે બિચ નજીક ખતરનાક રીતે સ્ટંટ કરીને અવ્યવસ્થા ફેલાવી હતી.ટેમ્પો ચાલકે દરિયા કિનારે બેફામ રીતે વાહન ચલાવતાં પર્યટકોના જીવ જોખમમાં મુકાયા હતા અને ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટેમ્પો ચાલકની સ્ટંટની હરકતોથી લોકો પરેશાન થયા હતા. ઘણા લોકોએ ટેમ્પો ચાલકને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નહીં સમજતા સ્થિતિ વધુ તીવ્ર બની હતી. વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જે જોતા જ વાયરલ થઈ ગયો. વિડિયો વાયરલ થતા ડુમસ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ટેમ્પો ચાલકની ઓળખ કરીને તેની અટકાયત કરી હતી.