Home / Gujarat / Surat : The bankada of the city MLA reached the village of Saurashtra

Surat News: બાંકડાને પગ આવ્યા? શહેરના ધારાસભ્યના બાંકડા પહોંચ્યા સૌરાષ્ટ્રના ગામડે 

Surat News: બાંકડાને પગ આવ્યા? શહેરના ધારાસભ્યના બાંકડા પહોંચ્યા સૌરાષ્ટ્રના ગામડે 

સુરત પાલિકાના અને ધારાસભ્ય, સાંસદની ગ્રાન્ટમાંથી આપેલા બાંકડાના સુરમતાં દુરુપયોગ થતો હોવાની ફરિયાદ માંડ બંધ થઈ છે. ત્યારે હવે સુરતના ધારાસભ્યના બાંકડા ઉડીને છેક રાજકોટ પહોંચી ગયાં છે. સુરતના વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે કે આ બાંકડા ભાજપમાંથી પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવાર પોતાના ગામમાં લઈ ગયા છે. જોકે, વિપક્ષનો આક્ષેપ બાદ સુરતના ધારાસભ્ય અને સંસદ સભ્યના બાંકડા કઈ રીતે રાજકોટ પહોંચ્યા તે અંગે અનેક ચર્ચા શરૂ થઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાંકડા વિવાદ સૌરાષ્ટ્ર સુધી લંબાયો

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાંકડા આપવામાં આવે છે. જોકે, ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટાભાગના બાંકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાની ફરિયાદ જોવા મળ્યો હતો. થોડા સમય પહેલાં કોર્પોરેટરો અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાનો દુરુપયોગ ફરિયાદ થઈ હતી ત્યારે આ બાંકડા લોકોના ટેરેસ, ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મુકવામાં આવતા હોવાની ફરિયાદ હતી. હવે આ બાંકડા સુરત બહાર દુર-દુર રાજકોટ પહોંચી ગયાં છે. 

શિક્ષણમંત્રીના બાંકડા સૌરાષ્ટ્રમાં

સુરતના વિપક્ષના એક કોર્પોરેટર રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાની ગ્રાન્ટના બાંકડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ વાયરલ કર્યા છે. તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે,  વોર્ડ નં 17 માં ગત કોર્પોરેશનમાં ભાજપમાંથી ચુંટણી લડેલા ઉમેદવાર ભરત વડાદોરીયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના બાકડા પોતાના ગામ જુના પીપળીયા (તા.જસદણ, જી.રાજકોટ ) પોતાના ઘરે પહોંચાડ્યા છે. આ ઉપરાંત એવી કોમેન્ટ કરી છે કે, ત્યાના ધારાસભ્ય લોકોને બાંકડા આપતા નથી ? આમ સુરતના બાંકડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી વિવાદ ઉભો થયો છે. 

 

Related News

Icon