સુરતમાં એક મહીલા ઓટો-રીક્ષામાં બેગ ભુલી ગઈ હતી. આ બેગમાં સોના-ચાંદીના દાગીના ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યાં હતાં. જે મહીલાને પરત સોપતાં ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી હતી.
4 લાકના દાગીના હતા બેગમાં
કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ ઉ.વ ૪૦ ધંધો ઘરકામ રહેવાસી- ૧૯૬, સહજાનંદ સોસાયટી લિંબાયત સુરતનાઓ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવ અંગેની હકિકત જણાવેલ કે તેઓ પોતાની બહેનને મળવા સારૂ નવસારી જવા માટે ગોડાદરા કઠીમહારાજ મંદીર પાસેથી ઓટો-રીક્ષામા બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતરેલ અને ઓટો-રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયેલ જે બેગમા કપડા તથા સોના-ચાંદીના દાગીના જેની આશરે કિમત રૂપિયા ૪,૦૦,૦૦૦/-(ચાર લાખ) ના મત્તાનું હોય જે બેગ તેઓ ઓટો-રીક્ષામા ભુલી ગયેલ હોય તેવી રજુઆત કરી હતી.
ગણતરીના સમયમાં મુદ્દામાલ પરત અપાયો
ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો.સબ.ઇન્સ. એમ.કે.ઇશરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અ.હે.કો. મનમોહન શીવનારાયણ તથા અ.પો.કો.ભાવેશભાઇ દુલાભાઇ તથા નાગેંદ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સી.સી.ટી.વી.કેમેરા ચેક કરી મહીલા જે ઓટોરીક્ષામા બેસેલ તે ઓટોરીક્ષા શોધી કાઢી મહીલાની ખોવાયેલ બેગ તેમજ બેંગમા રહેલ સોના-ચાંદીના કિંમતી મુદામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખુબ જ સારી અને પ્રશંસનિય કામગીરી કરેલ છે