
સુરતમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને દક્ષિણ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી સંજુબેન દીક્ષિત આવ્યાં હતાં. અહિં ગીતાબેન પટેલે વર્તમાન ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતાં. તેમણે આક્ષેપ સાથે કહ્યું કે, ભાજપની ખરાબ નીતિ અને ભ્રષ્ટાચારના કારણે કેન્દ્રમાં મોદી સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય અથવા કે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોય જનતા ભાજપની ખરાબ નીતિઓથી ત્રસ્ત થઈ ગઈ છે ધંધા કે ઉદ્યોગો નું કોઈ સારું ભવિષ્ય દેખાતું નથી મહિલા સન્માન અથવા મહિલા સુરક્ષાની વાત કરીએ તો અવારનવાર થતાં મહિલાઓ ઉપર અત્યાચાર અને છેડતી, ગેંગરેપ જેવી ઘટનાઓથી બેન, દીકરીઓ, મહિલાઓ ઘરેથી બહાર નીકળવામાં ગભરાય છે.
મહિલા સંગઠન પર ચર્ચા
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા સાઉથ ગુજરાતમાં આવેલ દરેક જિલ્લામાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસમાં સંગઠન ઉપર ચર્ચા વિચારણા કરી દરેક જિલ્લા અને શહેર પ્રમુખો સાથે મીટીંગ કરી સંગઠન ને મજબૂત કરવા માટે મહિલા કાર્યકરો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને આજે સુરત શહેર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી લઈને રાજ્યસ્તર અને સુરત શહેરના વિવિધ મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ભાજપના નેતાઓ દુષ્કર્મમાં સંકળાયેલા
આક્ષેપ સાથે વધુમાં ગીતાબેન પટેલે કહ્યું કે, દેશની દીકરી કર્નલ સોફિયા કુરેશી ઉપર ભાજપના નેતા અને મંત્રી દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી કરાઈ છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત દરેક જિલ્લા અને શહેરની મહિલા પ્રમુખોની સાથે તેમના વિસ્તારમાં જઈને મીટીંગ કરીને સંગઠન માટે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. થોડાક દિવસ પહેલા ભાજપ યુવા મોરચાના વોર્ડ નંબર 8 ના પદાધિકારી દ્વારા માસુમ દિકરીને કોફીમાં નશીલો પદાર્થ મિક્સ કરીને પીવડાવીને હોટલ માં લઈ જઈને ગેંગરેપ કર્યું છે. સુરતમાં વસવાટ કરતા લાખો ગરીબ લોકો જે રોપણ પટ્ટીમાં રહે છે એ લોકોને શાસકો દ્વારા અને અધિકારીઓ દ્વારા અવારનવાર દિવસે નવા નવા કારણોથી ત્રાસ આપવામાં આવે છે અને ઝૂંપડા તોડીને જમીનો બિલ્ડરોને સેટિંગ કરીને વેચવામાં આવે છે.