Home / Gujarat / Surat : young man lured a 7th standard student and raped

Surat News: 7માં ધોરણની વિદ્યાર્થીની ફસાવી યુવકે આચર્યુ દુષ્કર્મ, 4 માસના ગર્ભના અબોર્શનની મંગાઈ મંજૂરી

Surat News: 7માં ધોરણની વિદ્યાર્થીની ફસાવી યુવકે આચર્યુ દુષ્કર્મ, 4 માસના ગર્ભના અબોર્શનની મંગાઈ મંજૂરી

સગીરો સાથેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો. ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માગવામાં આવી છે. હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રેમજાળમાં ફસાવી

પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવ નગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ અનેક વખત પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. જેથી દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જતા અને દુખાવો બંધ થઇ જતા પરત દીકરીને ઘરે લઇ આવ્યા હતા. ત્યારબાદ 3 જૂનના રોજ ફરી મારી દીકરીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જતા ડોકટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

સગીરાની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો

સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, પંકજે અવાર નવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે. આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સગીરા પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી પણ કરવામાં આવી છે. આરોપી પંકજ છૂટક મજૂરી કામ કરે છે. આજે( આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે હાલમાં સગીરાને આઇસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની પ્રોસેસ શરૂ કરવામાં આવશે.

Related News

Icon