
Surendranagar News: સુરેન્દ્રનગરમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જિલ્લાના 30 ગામોમાં જાહેરમાં સ્મોકિંગ કરવા પર સ્વૈચ્છિક પ્રતિબંધ મુકાયો છે. સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક વ્યસન નાબૂદીનું કેમ્પઈન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પણ સહયોગ આપ્યો અને વ્યસન મુક્તિ માટે ગ્રામસભાઓનું પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાની 170થી વધુ શાળાઓને તમાકુ મુક્ત કરવાની કામગીરી અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જાહેરમાં કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતો નજરે પડશે તો ગ્રામ પંચાયત તેની સામે કડક કાર્યવાહી કરશે. સુરેન્દ્રનગર જિલ્લાના 30 ગામડાઓમાં જાહેરમાં ધુમ્રપાન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શાળાઓની નજીક આવેલા પાન માવાની દુકાનો ઉપર પણ વ્યસનિક વસ્તુનું વેચાણ ન કરવા સૂચના અપાઇ છે.
સ્વૈચ્છિક જાહેર થયેલ સ્મોક ફ્રી વિલેજની યાદી
ખેરાળી, બલદાણા, બાળા, વેળાવદર, સાકળી, નાના કેરાળા, વરમાધાર, દેવળીયા, રાવરાણી, વેલાળા, રૂપાવટી, ગઢેચી, ભોજપુરા, સુરજપુરા, અખીયાણા, નડિયા, સિઘ્ધસર, રામદેવગઢ, કારોલ, સેજકપર, પાદરી, આદલસર, તલવણી જેવા 30 ગામોમાં જાહેર સ્થળો પર વ્યસન કરવા પર પ્રતિબંધ મુકાયો છે.