
તાજેતરમાં જ વિક્રમ ઠાકોરના વિધાનસભામાં આમંત્રણ અંગેના નિવેદનથી સમગ્ર ગુજરાતમાં લોકચર્ચાએ જોર પકડ્યું છે. વિક્રમ ઠાકોર મુદ્દે હવે આમ આદમી પાર્ટીના નેતા સામે આવ્યા છે. વિક્રમ ઠાકોર અને જે કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નથી આપવામાં આવ્યું તેને આપ નેતા રાજુ કરપડાએ સમર્થન જાહેર કર્યું છે. સાથે જે કલાકારોને આમંત્રણ નથી આપવામાં આવ્યું તે રાજકારણમાં સક્રિય થવા આહવાન પણ કરાયું છે.
તેમજ કેટલાકને બાદ કરતા મોટાભાગના કલાકારો ભાજપની વાહવાહ કરતા હોવાથી તેમને વિધાનસભાની અંદર આમંત્રણ આપવામાં આવ્યું હોવાનો આપ પ્રદેશ નેતા રાજુ કરપડાએ આક્ષેપ લગાવ્યો હતો. વધુમાં આક્ષેપ લગાવતાં તેમણે જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોર સહિત અન્ય કલાકારો સાથે પણ અન્યાય થયો છે. કલાકરોનો ઉપયોગ કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.