
સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં તબીબ અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. પ્રસૂતાએ બાળકીને જન્મ આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી અને તેનું મોત થયું હતું.
સુરેન્દ્રનગરની સી.જે. હોસ્પિટલમાં પ્રસુતાએ બાળકીને જન્મ આપ્યા બાદ મહિલાની તબિયત લથડ્યા બાદ તેનું મોત થયુ હતું. તબીબ અને નર્સિંગ સ્ટાફની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. મહિલાના મોતથી પરિવારજનો અને સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.
હોસ્પિટલ દ્વારા સારવાર ન આપવામાં આવી અને એમ્બયુલન્સની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પીડિત પરિવારે ન્યાયની માંગ સાથે હોસ્પિટલની બેદરકારીને લઈને તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ સામે કાર્યવાહીની માંગ કરી છે.