
સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ તંત્ર કે સરકારનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના નારીચણા મોટી માલવણ ભરાડા નારીચણા સહિતના ગામોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોઇ ગ્રામ્ય લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી તંત્રને ખનીજ ચોરી બંધ કરવા માંગ કરી હતી.
સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ લગાવવમાં આવી રહ્યા હતા કે, ધ્રાંગધ્રા પંથકમાં સફેદ રેતી, સફેદ માટી તેમજ પથ્થરોની અનેક ગેરકાયદેસર ખનીજની ખાણો પોલીસની મીઠી નજર હેઠળ ધમધમે છે. જેથી રોજ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોઇ બંધ કરાવવા જાગૃત લોકો માંગ ઉઠાવી રહ્યા છે. આખરે ખાણ અને ખનિજ વિભાગ દેશની સંપત્તિ લૂંટનારા આવા ખનિજ માફિયાઓ પર ક્યારે પગલાં ઉઠાવશે?