
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલાના ખેરડી ગામના વતની મંગળુભાઈ જીલુભાઈ ખાચર તેમની ઘોડી રામચરણ પામેલી હોવાથી દરબાર મંગળુભાઈને ખૂબ જ આઘાત લાગ્યો હતો. છેલ્લા 40 વરસથી આ ઘોડી મંગળુભાઈ પાસે જ હતી અને આ ઘોડી અને દરબાર મંગળુભાઇના મન મળી ગયા હતા. ઘોડી પ્રત્યે દરબાર મંગળુભાઈને અપાર પ્રેમ અને લાગણી હતી. જેથી તેમને આ વ્હાલસોયી ઘોડીની સમાધિ પણ એમની હોટેલ પાસે હનુમાનજીના મંદિર પાસે વાજતે-ગાજતે અને બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરીને વિધિવત આપી હતી.
ખેરડીના અશ્વપાલક ગિરાસદાર મંગળુભાઇ ખાચરની ઘોડીનું અવસાનથી પરિવાર શોકમગ્ન
કાઠીઓ અને ઘોડીનો સંબંધ પહેલેથી જ ખૂબ ગાઢ રહેલો છે. કાઠી દરબારોને ઘોડાઓ પ્રત્યે અપાર પ્રેમ લાગણી હોય છે. આ ઉપરાંત આ રોજી ઘોડીએ સંત શિરોમણિ રામરતનગીરી બાપુએ શિવ લહેરી હોટેલ પર હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. તેની પ્રદક્ષિણા કરીને પ્રાણ છોડયા હતા એ પણ એક આશ્ચર્યજનક ઘટના કહેવામાં આવી રહી છે. ઘોડીને જ્યારે સમાધિ આપવામાં આવી ત્યારે માનવ મહેરામણ ઉમટયો હતો.