
રાજ્યમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીના તહેવારમાં બાળકો અને યુવાઓ પણ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરે છે. ફટાકડા ફોડતી વખતે સાવધાની પણ રાખવી જરૂરી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ઠેર ઠેર ફટાકડા વેચાણની હાટડીઓ ખુલી ગઈ છે.
પવાનગી વગર ફટાકડાના વેચાણની હાટડીઓ ખુલી
તો હવે એ પ્રશ્ન છે કે આ ફટાકડા વેચવાની દુકાનો ખુલી છે તે પવાનગી વગર ખોલવામાં આવી છે. સરકારના નિયમોને નેવે મુકીને લેભાગુઓ નફો રળવા માટે ફટાકડાની દુકાનો ખોલીને બેઠા છે.
કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ
જો આ સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે, તે પણ યક્ષ પ્રશ્ન છે.ઉલ્લેખનિય છે કે ફટાકડાના વેચાણ માટે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે.